વ્યારાના વેગી ફળિયા માંથી શખ્સો પકડાયા : રૂપિયા ૬૬ હજારનો મુદ્દામાલ કબ્જે

વ્યારાના વેગી ફળિયા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સોને વ્યારા પોલીસના જવાનોએ પકડી પાડી રૂપિયા ૬૬,૭૭૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે, સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ જીલ્લા પોલીસ વડાની સુચના અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ વ્યારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ પી.એમ.અમીન સ્ટાફના માણસો હેડકોન્સ્ટેબલ અજય સુદામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઇ રાજુભાઈ, વિજયભાઈ બબાભાઈ જીતેસભાઈ મંછુભાઈ, અરૂણભાઈ રમેશભાઈ,નવરાજસિંહ જોરસિંહ અને શૈલેષભાઈ રમેશભાઈ નાઓ સાથે પ્રોહી અને જુગાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોની વોચમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઇ રાજુભાઈને મળેલ બાતમીના આધારે વ્યારાના વેગી ફળીયામાંથી પસાર થતી ગટર લાઇનના નાળાની બાજુમાં આમલીના ઝાડ નજીક ગ્રીન કાપડની આડાશ કરી ગંજીપાનાનો જુગાર રમતા ચાર ઇસમો દિપકભાઇ રમેશભાઈ મોરે રહે,વેગી ફળિયું-વ્યારા, વિનર રાજેશ સોની રહે,વેગી ફળિયું-વ્યારા, સંતોષ હીરાભાઈ ભોઈ રહે,દાદરી ફળિયું-વ્યારા, વિનોદભાઈ મોહનભાઈ મોહિતે રહે,નવી વસાહત-વ્યારાને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન રોકડ રૂપિયા ૨૭,૭૭૦તથા મોબાઈલ ફોન નંગ ૬ જેની કિંમત રૂ.૯,૦૦૦ તેમજ મોટર સાયકલ નંગ ૧ જેની કિંમત રૂ.૩૦,૦૦૦મળી કુલ રૂપિયા ૬૬,૭૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *