બુહારી-વાલોડ રસ્તા પર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત : એક શખ્સનું સારવાર દરમિયાન મૃત્યુ

વાલોડ તાલુકાના રાનવેરી ગામના પાટિયા નજીક એક હોન્ડા ડ્રીમ મોટર સાયકલ નંબર જીજે ૨૬ એફ ૮૬૨૭ ના ચાલકે પોતાના કબજાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી હિરો સ્પેલન્ડર પ્રો મોટર સાયકલ નંબર જીજે ૨૬ જે ૪૭૦૭ ને ટક્કર મારી દેતા મોટર સાયકલ ઉપર બેસેલ યુસુફભાઈ તેમજ એલીસાબેનને શરીરે ઓછીવતી ઈજાઓ પહોચી હતી. તેમજ મોટર સાયકલ ચાલક દિલીપભાઈ ચેતનભાઈ ગામીત (ઉ.વ.૫૨)રહે, રીંગણકચ્છ, નદી ફળીયું તા.ડોલવણ જી.તાપી નાને ડાબા પગમાં તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમનું સારવાર દરમ્યાન સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે મૃત્યુ નીપજયું હોવાનો બનાવ બારડોલી પોલીસ સ્ટેશને રજીસ્ટર થયો હતો ત્યારબાદ વાલોડ પોલીસ ચોપડે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, બનાવ અંગે યુસુફભાઈ દિલીપભાઈ ગામીત રહે, રીંગણકચ્છ, નદી ફળીયું તા.ડોલવણ જી.તાપી નાઓએ ફરિયાદ કરી હતી. જેમની ફરિયાદને આધારે હોન્ડા ડ્રીમ મોટર સાયકલ નંબર જીજે ૨૬ એફ ૮૬૨૭ ના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી એએસઆઈ રૂપસીંગભાઈ નાનીયાભાઈ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *