તિલકવાડા મામલતદાર કચેરી માંથી ટ્રકની ચોરી

નર્મદા જિલ્લામાં એક બાદ એક રેતી માફિયાઓ ઓવરલોડ વાહન ઝડપાયા બાદ તેને તંત્રના કબજામાંથી તસ્કરી કરી બિન્દાસ ઉઠાવી જવાની ઘટના વધી રહી છે ત્યારે આવી ઘટનાઓ એ તંત્રના અધિકારીઓ માટે લપડાક સમાન છે છતાં વધુ એક આવી ઘટના લોકસભાની ચૂંટણીના દિવસેજ બની જેમાં તિલકવાડા મામલતદાર કચેરીમાંથી વધુ એક પકડાયેલી ટ્રક તસ્કરી થયા બાબતે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ આપતા અનેક સવાલ ઉઠી રહ્યા છે . પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડા મામલતદારએ હાઇવા ગાડી નંબર જીજે 5 એવી 3891 ને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી નર્મદાએ બિન અધિક્રુત રીતે રેતી ભરી લઇ જતા કબ્જે કરેલ અને તે હાઇવા ગાડીને જૂની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાંથી માનસિંગભાઇ નારસિંગભાઇ કટારા રહે કેશરપુરા જી,જાંબુઆ (અલીરાજપુર), હાઇવા ગાડીનો માલીક જેના નામ-ઠામની ખબર નથી આ લોકો એકબીજાની મદદગારી કરી મામલતદાર કચેરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી હાઇવા ગાડી નંબર જીજે 5 એવી 3891 કિંમત રૂ.૧૪,૦૦,૦૦૦ ની તસ્કરી કરી લઇ જઇ જતા તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે .તિલકવાડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.તપાસ પીએસઆઇ એ એસ વસાવા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *