વડસર ખાતે ફ્લેટમાં ચાલતા જુગારધામ પર રેડ : ૫ ઇસમોની અટકાયત

વડોદરા, શહેરના વડસર વિસ્તારમાં આવાલે કાસા રેસીડન્સી ફ્લેટના એક મકાનમાં ચાલતા જુગારધામ પર માંજલપુર પોલીસે રેડ પાડી મકાનમાલિક સહિત પાંચ ઇસમોની અટકાયત કરી હતી. વડસરગામ કાસા રેસીડન્સીમાં બીજા માળે રહેતા ચંદુભાઈ ભારતસિંહ પરમાર તેના મકાનમાં બહારથી લોકોને બોલાવીને જુગારધામ ચલાવતો હોવાની માંજલપુર પોલીસના સર્વેલન્સ સ્કોવોર્ડને માહિતી મળી હતી. આ માહિતીના પગલે ગત મોડી સાંજના અરસામાં પોકો હરપાલસિંહ સહિતના સ્ટાફે ચંદુભાઈના ઘરે રેડ પાડી હતી. રેડ દરમિયાન મકાનમાં જુગાર રમી રહેલા ચંદુભાઈ પરમાર તેમજ મેહુલ ઉર્ફ સોનલ ચંદ્રકાન્ત સોની, કિશોર અંબુભાઈ વણકર, ચિરાગ ભગવાનજી પંચાલ અને જયદીપ મેહરામણસિંહ યાદવ રંગે હાથ પકડાયા હતા. પોલીસે પાંચેય ઇસમોની અટકાયત કરી તેઓની પાસેથી રોકડ તેમજ ૬ મોબાઈલ સહિત ૧૪,૬૧૦ની મતા કબ્જે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *