મોરબી : ક્રિકેટ સટ્ટાનું દુષણ, વધુ એક શખ્સ પકડાયો

મોરબીમાં આઈપીએલની મેચો સાથે જુગારની મોસમ પણ જામી હોય તેવું લાગી રહ્યું છે કારણકે મોરબીમાં ક્રિકેટ સટ્ટો એક દુષણ બની રહ્યું છે અને ક્રિકેટ મેચ પર સટ્ટો રમનાર પર પોલીસ તબાહી બોલાવી રહી છે જેમાં વધુ એક ઈસમને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડી પાડીને પોલીસે મુદામાલ કબ્જે કર્યો છે. મોરબી એલસીબી ટીમે સો ઓરડી વરિયા દેવ મંદિર નજીક જાહેરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો. જે દરોડામાં આઈપીએલ ટી ૨૦ મેચ પર મોબાઈલ ફોનમાં બીઝ બઝ નામની એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ નિહાળીને મેચની હારજીત અને રન ફ એરનો જુગાર રમતા શખ્સ મેહુલ દીપક જોષી (ઉ.વ.૨૫) રહે મોરબી વરિયાનગર વાળાને પકડી પાડીને રોકડા ૭,૩૦૦ તેમજ મોબાઈલ કીમત ૨,૦૦૦ સહિત કુલ ૯,૩૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે જયારે શખ્સ ઈસ્માઈલ યારમહમંદ બલોચ રહે મોરબી મકરાણીવાસ અને નિકુંજ ઉર્ફે ચાકો પટેલ રહે યદુનંદન પાર્ક શનાળા રોડ વાળાના નામો ખુલ્યા છે જેને પકડી લેવા તજવીજના ચક્રો ગતિમાન કર્યા છે.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *