મેઘપર (બો)માં ૨૫ હજારના શરાબ સાથે એકની ઇસમની અટકાયત

ગાંધીધામ અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં પોલીસે એક ઓરડીમાં રેડ પાડી રૂ.૨૫,૨૦૦ના શરાબ સાથે એક શખ્સની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે મેઘપર બોરીચીમાં ગણેશ ટિમ્બર સામે આવેલી કેસરી ઓઇલ મીલની બાજુમાં આવેલી એક ઓરડીમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે અલગ-અલગ બ્રાન્ડનો અગ્રેજી શરાબ બોટલ નંગ. ૭૨ કિંમત રૂ.૨૫,૨૦૦ના મુદામાલ સાથે શખ્સ સુરેન્દ્રસિંહ દેવીસિંહ રાઠોડની અટકાયત કરી હતી.  આ પ્રકરણમાં મેઘપર બોરીચીનો દિનેશ રાવલ સંડોવાયેલો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *