ગાંધીધામ કાસેઝના બંધ ઔદ્યોગિક એકમમાં ચાલતું જુગારધામ પકડાયું

ગાંધીધામ શહેર કાસેઝમાં આવેલી એક બંધ કંપનીમાં સ્થાનિક પોલીસે રેડ પાડી જુગારની ક્લબનો પર્દાફાસ કર્યો હતો. આ કંપનીમાં જુગાર રમતા 7 ઇસમોની અટકાયત કરી તેમની પાસેથી રૂ.2,06,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.શહેરના  કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર (ઝોન)ના વિશેષ સેક્ટર- રમા આવેલી અને બંધ હાલતમાં રહેલી ટ્રાયશન કેમિકલ્સ ઈન્ડિયા લિમિટેડ (સી.ઓઇલ) નામની કંપનીમાં જુગારધામ ધમધમતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તપાસ કરી હતી. કિડાણા સોસાયટીમાં રહેનારા તથા એચ.બી સિક્યુરિટીનો સંચાલક હર્ષદસિંહ બાલુભા જાડેજા જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. આ બંધ કંપનીમાં ધાણી પાસા વડે જુગાર રમતા હર્ષદસિંહ જાડેજા તથા નિતેશ ઉર્ફે ભુટ્ટો,જખુ  મહેશ્વરી, રાજેશ લાલજી મહેશ્વરી, પ્રવીણ જેઠા રાઠોડ, હિતેશ ખેરાજ ગરવા, કેશા વેલજી મહેશ્વરી અને કરશન ગોપાલ માતંગ નામના ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. ઝડપાયેલા આ ઇસમો પાસેથી રોકડા રૂ.1,05,600 તથા ૭ મોબાઈલ અને ત્રણ બાઇક   એમ કુલ રૂ.૨,૦૬,૬૦૦નો મુદામાલ જપ્ત  કરવામાં આવ્યો હતો. જુગારના આ રેડથી આવા તત્વોમાં ભય ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *