પ્રાગપર-નવી મોટી ચીરઇમાંથી 33,500નો શરાબ ઝડપાયો પણ શખ્સો પકડથી દૂર

રાપર તાલુકાના રાગપર ગામના ફુલસરા વાડી વિસ્તારમાં બુટલેગરના ખેતરમાંથી રાપર પોલીસે પાડેલી રેડ દરમ્યાન રૂ.30,300 ની કિંમતનો અંગ્રેજી દારૂ અને બીયર જથ્થો મળી આવ્યો હતો, પરંતુ રેડ સમયે શખ્સો હાજર મળયા ન હતા. આ અંગે રાપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.એચ.ગઢવીએ વિગતો આપતાં જણાવયું હતું કે, પેટ્રોલીંગ દરમ્યાન પીએસઆઇ એ.બી.ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પ્રાગપરના ફૂલસરા વાડી વિસ્તારમાં આવેલા શૈલેશ રાધુ કોલી તથા લાલજી રાઘુ કોલીએ પોતાના ખેતરના ઝુંપડામાં દારૂનો જથ્થો વેચાણ માટે રાખયો છે, આ બાતમીના આધારે  ત્યાં રેડ પાડતાં ખેતરના ઝુંપડામાંથી રૂ.23,100 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 750 એમએલના 66 બોટલો તથા રૂ.7,200 ની કિંમતના 500 એમએલના બીયરના 72 ટીન મળી આવ્યા હતા. રાપર પોલીસે  કુલ રૂ.30,300 ની કિંમતનો મુદામાલ જપ્ત કરી બંને વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. ઇન્ચાર્જ પીઆઇ ગઢવીએ જણાવયું હતું કે શૈલેશ રાઘુ કોલી અને લાલજી રાઘુ કોલી આ પંથકના લિસ્ટેટ બુટલેગરો છે અને હવે તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં પીએસઆઇ જી.બી.માજીરાણા, હેડકોન્સટેબલ ધ્રુવદેવસિંહ, કોન્સટેબલ સેધાજી, રવીણભાઇ, સુરેશભાઇ, કરીટભાઇ અને જેઠાભાઇ જોડાયા હતા. ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઇ ગામમાંથી પૂર્વ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે પાડેલી રેડ દરમ્યાન રહેણાકના મકાનમાં રાખેલો  રૂ.3,500 ની કિંમતનો ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ રેડ સમયે શખ્સ ફરાર રહ્યો હતો. આ અંગે ભચાઉ પોલીસ સ્ટેશનના પીએસઓ લાલજીભાઇ ચાવડાએ વિગતો આપતાં જણાવયું હતું કે, પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બાંચની ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારેની મોટી ચીરઇ ખાતે રહેતા હકુભા કરશનજી જાડેજાના રહેણાકના મકાનમાં રેડ પાડી હતી. જેમાં તેના મકાનમાંથી રૂ.3,500 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 750 એમએલની 10 બોટલો મળી આવી હતી, પરંતુ રેડ દરમ્યાન શખ્સ હકુભા હાજર ન મળતા એલસીબીના એએસઆઇ હરપાલસિંહ જાડેજાએ તેના વિરુધ્ધ ભચાઉ પોલીસે સ્ટેશન ગુનો નોંધાવી વધુ કાર્યવાહી ભચાઉ પોલીસને સોંપી હતી. આ રેડ દરમ્યાન ફરાર રહેલા શખ્સ હકુભાને પકડવા કાર્યવાહી પીએસઆઇ એ.કે.મકવાણા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *