અબડાસા ખાતે આવેલ લાખણિયામાં 35 વર્ષીય પરિણીતા ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી

copy image

copy image


અબડાસા ખાતે આવેલ લાખણિયામાં 35 વર્ષીય પરિણીતા ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસા તાલુકાનાં લાખણિયા ગામે રહેતી 35 વર્ષીય હંસાબેન દયા કોલી નામની પરીણીતા ગત દિવસે સાંજના સમયે પોતાના ઘરે હતા તે સમયે કોઈ કારણોસર પોતાનાં ઘરે લાકડાની આડીમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.