રાજુલાના જુની બારપટોળી ગામે જુગારધામ પર દરોડો

રાજુલા પાસે જુની બારપટોળી ગામે ચાલતા જુગારધામ પર એસ.ઓ.જી.નો દરોડો ૫ શકુનિઓ રૂ.૧ લાખ ૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા અન્ય નાસભાગ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જિલ્લા પોલીસ અધ્યક્ષ ઓરીજન કડકની છાપ ધરાવતા એસપી નિર્લિપરાય જે દારૂ જુગાર માટે કડક હાથે કામ લેવા માટે પ્રખ્યાત છે. બાતમીના અધારે અપાયેલ સુચના મુજબ રાજુલા તાલુકાના જુની બારપટોળી ગામે પટેલશેરી દરજીના મકાન નજીક ચાલતા જુગારધામમાં ૧૧ શકુનિયો જેમાં સામત વાજસુર લાખણોત્રા, કાનજી અમરા જીતીયા, ધીરૂ નારણ સાગઠીયા, ભોળાભાઇ આતાભાઇ વાઘ, ભાવેશ હરીભાઇ પરમારને રંગે હાથ ઝડપી પાડી સ્થળ પરથી રૂ.૧ લાખ ૧૭ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા જેમાં રોકડ રૂપિયા ૭૭૫૦, મોબાઇલ નંગ ૫ તથા મોટર સાયકલ નંગ ૪ સહિત મુદ્દામાલ સાથે કુલ રૂ.એક લાખ ચાર હજાર ચારસો પચાસની રકમ સાથે કબ્જે કરી બધા શકુનિઓની વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી બધાને સ્થાનીક રાજુલા પોલીસ હવાલે કરી કસ્ટડીમાં ધકેલાયા છે. આ મેટરથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *