સુરત : દિવ્યા દાફડાને લાકડી મારી લૂંટ કરનાર ઈસમની રેલવે પોલીસે કરી અટક

સુરત નવસારી થી સુરત આવતી મેમુ ટ્રેનમાં સવાર હતી. 19 વર્ષીય દિવ્યા દાફડાને લાકડી મારી લૂંટ કરનાર ઈસમ જુબેર જલાઉદીન શેખની રેલવે પોલીસે અટક કરી છે. મેમુ ટ્રેનમાં નવસારીથી સુરત બહેનના ઘરે આવતી 19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ પર મોબાઈલ સ્નેચરે ફોન ઝુંટવવા કરેલા હુમલામાં તેણીનો જમણો પગ કપાઈ ગયો હતો. દિવ્યા ખીમજી દાફડા પોતાની નાની બહેન ક્રિષ્ણા મોટી બહેન મમતા અને માજી સાથે સાંજના અરસામાં મેમુ ટ્રેનમાં સુરત પોતાની અન્ય બહેનના ઘરે જમવા આવી રહી હતી. ટ્રેન જયારે ઉધના રેલવે સ્ટેશન પસાર કરી કાંકરાખાડી નજીક પહોંચી ત્યારે દિવ્યા અને નાની બહેન ક્રિષ્ણા દરવાજા નજીક બેઠી હતી. ટ્રેન ધીમી પડતા અચાનક જ ઈસમ જુબેર શેખે દિવ્યાના હાથ પર સપાટો મારતા સંતુલન ન જળવાતા દિવ્યા ચાલુ ટ્રેનમાંથી નીચે ઝડપાઇ  હતી અને ટ્રેનની અડફેટે આવી જતા જમણો પગ કપાઈ ગયો હતો. રેલવે પોલીસની બેદરકારીના અને પેટ્રોલીંગના અભાવના કારણે દિવ્યાને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. રેલવે પોલીસ પર પ્રશ્ન ઉભો થતા રેલવે પોલીસે ઈસમને પકડવા કાર્યવાહી શરૂ કરતા બાતમીના આધારે કોઈલી ખાડી બ્રિજ નજીકથી દિવ્યા દાફડાને લાકડી મારી લૂંટ કરનાર ઈસમ જુબેર જલાઉદીન શેખની રેલવે પોલીસે અટક કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *