આર.આર.સેલ જુનાગઢ તથા એલ.સી.બી. ગીર સોમનાથનો હિરણવેલના ક્રિષ્ના ફાર્મમાં ક્રિકેટ સટ્ટાનો સંયુકત રેડ

જુનાગઢ : રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદીની સુચનાથી રેન્માં દારૂ-જુગાર તથા ક્રિકેટના સટ્ટોડીયા ઉપર વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના મળતા આર.આર.સેલના ઇ.ચા.પો.સ.ઇ. શ્રી કે.એમ. મોરી તથા સ્ટાફ તથા ગીર સોમનાથ એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી કે.જે. ચૌહાણ તથા સ્ટાફ વગેરેને ખાનગી રાહે હકીકત મળેલ કે, લખુ મોઢવાડીયા મેર રહે. રાણાવાવ વાળો પોતાના અંગત ફાયદા સારૂ માણસો રાખી તાલાળાના હિરણવેલ ગામના ક્રિષ્ના ફાર્મમાં ક્રિકેટનો મોટો સટ્ટો ચલાવે છે. તેથી ત્યાં દરોડો કરતા આઇ.પી.એલ. ક્રિકેટના ટી-ર૦ મેચ ઉપર હાર-જીતનો સટ્ટો રમતા લખુ ઘેલા મોઢવાડીયા રહે. રાણાવાવ, દાદુ સીડા ગઢવી રહે. જામખંભાળીયા, નાથા જેઠા ઓડેદરા રહે. રામગઢ તા. રાણાવાવ, વિવેક જોશી રહે. જામખંભાળીયા, દર્શન મોદી રહે. જામખંભાળીયા, ભરત મેરૂ મેર રહે. રાણાવાવ, પ્રિતેષ ઉર્ફે પીન્ટુ સીંધી રહે. જુનાગઢ, નરેન્દ્ર એસ. નાધેરા, ફાર્મ સંચાલક મહેશ રાજા સોલંકી રહે. ઉંબા તા. વેરાવળ વાળાઓ રોડક રૂ.૧,૦૧,પ૦૦ પુરા તથા લેપટોપ-૧, મોબાઇલ ફોન-ર૪, વાઇફાઇ-૧, પેન ડ્રાઇવ-૧, ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬ તથા સ્કોર્પીયો કાર નંબર જીજે ૧૦ સીએન ર૩ર૩ મળી કુલ મુદામાલ રૂ.૮,૦૦,૦૦૦ સાથે પકડાઈ ગયેલ છે તથા ક્રિકેટનો સટ્ટો રમવા માટે આઇ.ડી. બેટ એક્ષ ચેન્જર એસ.કે.આર. ૧૧૭ લાઇન આપનાર માંડો હુણ રબારી રહે. ભરડાવાવ જુનાગઢ, વેરસી મેર રહે. પોરબંદર હાલ રાજકોટ વાળા વિરૂદ્ધ તાલાળા પોલીસ સ્ટેશન ફરીયાદી રજીસ્ટર કરી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે. આ કામગીરીમાં આર.આર.સેલ. સ્ટાફ તથા એલ.સી.બી. ગીર સોમનાથનો સ્ટાફ જોડાયેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *