Skip to content
રાજકોટઃ પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓની સૂચનાથી એસ.ઓ.જી. બ્રાન્ચના પો.ઇન્સ. એચ.જી. પલ્લાચર્યા તથા એસ.ઓ.જી. શાખાના પો.હેડ કોન્સ. વિજયભાઇ નાગજીભાઇ ચાવડા તથા સંજયભાઇ ભગવાનદાસ નિરંજની એમ બધા સાથે એસ.ઓ.જી. શાખાને લગતી કામગીરી તથા નાસતા ફરતા ઈસમની તપાસના કામે જેતપુર ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન વિરપુર પોલીસ સ્ટેશનના પીઠડીયા ગામે આવતા સાથેના હેડ કોન્સ. વિજયભાઇ ચાવડાને બાતમી રાહે હકકીત મળેલ કે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૯/ર૦૧૩, ઇ.પી.કો. કલમ જી.પી.એ. વિ.ના કામે નાસતો ફરતો ઈસમ કેશુ મચ્છુભાઇ સોલંકી ચારોલીયા દેવીપુજક, રહે. કેશવાળા તા. ગોંડલ હાલ રખડતો ભટકતો હાલે પીઠડીયા ગામે નેશનલ હાઇવે રોડ કાંઠે આનંદ હોટલ નજીક હોવાની હકીકત મળતા જે જગ્યાએ તપાસ કરતા શખ્સ મળી આવતા કાયદેસરની તપાસ કરેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. એચ. જી પલ્લાચર્યા તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ ચાવડા તથા સંજયભાઇ નિરંજની તથા ઉપેન્દ્રસિંહ જાડેજા તથા ડ્રા.પો.કો. દિલીપસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.