ભુજ દસેક મહિના પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલા મજીદ આદમ થેબાના કેસમાં અવાર-નવાર નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તેવામાં મજીદની લાશ મોટાપીરની દરગાહ પાછળના ભાગે પડી હોવાની બાતમી મળી આવતા પોલીસે આખી રાત શોધખોળ કરી હતી પરંતુ કાંઇ જ હાથ લાગ્યું ન હતું પ્રાપ્ત વિગતો અનુસાર ગત સાંજના અસારમાં સોહિલ ચાનીયાને મુંદરાથી એવો ફોન આવ્યો હતો કે, મજીદની લાશ મોટાપીરની દરગાહ પાછળ પડી છે. ત્યારે તેણે તાત્કાલિક મજીદની પત્ની આશિયાના અને મજીદ ખોજ સમિતિના મોહસીન હિંગોરજાને ખબર આપી હતી. હિંગોરજાએ એસ.પી સહિતના પોલીસ અધિકારીઓને ખબર આપીને કાર્યવાહી કરવા જણાવ્યુ હતું. જેમાં પોલીસ અને સમિતિના તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો પણ રાત્રિના અરસાથી સવારના અરસા સુધી કાર્યવાહીમાં જોડાયા હતા.પણ પોલીસને કાંઇ જ મળ્યું નહિઁ. દરમ્યાન જે વ્યક્તિને ફોન આવ્યો હતો. તેનું નિવેદન મેળવવા સહિત ફોન કરનારની પોલીસ દ્વ્રારા કાર્યવાહી હાથ ધરી છે. ભારે ચકચાર જગાવનાર આ કેસ સંદર્ભે મોહસીન હિંગોરજાએ જણાવ્યુ હતું કે, હાઇકોર્ડમાં મજીદ થેબાના ચાલતા કેસમાં પોલીસને એફિડેવિટ રજૂ કરવાની તારીખ છે. આજની તારીખ પૂર્વે ગઇકાલે જ આવી ઘટના સામે આવતા આ મામલે અને તર્ક, વિતર્ક ઊભા થઈ રહ્યા છે, તેવું તેમણે ઉમેર્યું હતું.