Skip to content
ગાંધીધામ : તાલુકાના ખારીરોહર ગામે આંકડાનો જુગાર લખતો ઈસમ પોલીસના હાથે પકડાઈ ગયો છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ખારીરોહરમાં અલાનાપીરની દરગાહ નજીક જાહેરમાં અનવર હનીફ બલોચ નામનો ઈસમ જુગારના આંકડા લખતો હતો. તે વેળાએ પોલીસે રેડ પાડી તેને રંગેહાથ ઝડપી પાડયો હતો. ઈસમ પાસેથી રૂ.ર,૧૦૦ રોકડા, બે મોબાઈલ ફોન તથા આંકડા લખવાના સાધનો મળી કુલ ૭,૬૦૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.