વાઘોડિયારોડ પર ગોકુલ ઉપવન ફલેટમાં રહેતા રહીશ ધાબા પર સૂઈ ગયા હતા. તે દરમિયાન તસ્કરો ફલેટના તાળા તોડીને ૮ હજારની મત્તા તસ્કરી ગયા હતા. જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઈ છે. આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા રોડ ન્યુ હેવન સ્કુલની ગલીમાં ગોકુલ ઉપવન ફલેટમાં રહેતા જયેશ દયાલભાઈ પટેલ, મંજુસર જીઆઈડીસીની કંપનીમાં નોકરી કરે છે. ગત રાત્રિના અરસામાં ફલેટને તાળુ મારીને તેઓ અગાશી પર સૂઈ ગયા હતા. તે દરમિયાન તસ્કરો તાળુ તોડીને સોનાના દાગીના તથા રોકડા રૂપિયા ૧૨ હજાર મળીને કુલ રૂપિયા ૯૨ હજારની મત્તા તસ્કરી ગયા હતા. જ્યારે અન્ય એક બનાવમાં આજવારોડ અમરદિપ બંગ્લોઝમાં રહેતા ગિરિશ ધર્મપાલસિંગ કુમારના મકાનમાં ગેલેરીમાંથી અંદર ઘૂસીને તસ્કરો રોકડા રૂપિયા ૫૮,૨૨૦ની મત્તા તસ્કરી ગયા હતા. જે બાબતે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવાઇ છે.