ખાનપુર તાલુકાના વડાગામ પાસે ડમ્પર-બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક સવાર બે શખ્સોના મૃત્યુ નીપજયાં છે. રણકપુર ગામે રહેતાં કાળુ પ્રતાપભાઇ બારીયા, કિશોર મણીયાભાઇ બારીયા અને રાજેશ કાળુભાઇ ડામોર બાઇક લઇ વડાગામ તરફ જઇ રહયા હતા. મેડાના મુવાડા ઉપરથી પસાર થતાં ડમ્પરના ચાલકે બાઇકને અડફેટે લીધી હતી. જેને કારણે બધાને ગંભીર ઇજાઓ કરી હતી. અકસ્માતમાં કાળુભાઇ અને કિશોર ડામોર બંનેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયા હતા. જયારે રાજેશને ઇજાઓ થતાં ગોધરા સિવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં છે. અકસ્માત સર્જી ડમ્પર મુકી ચાલક પલાયન થઇ ગયો હતો. અકસ્માતની જાણ બાકોર પોલીસ સ્ટેશને કરતાં બનાવ અંગે લાખાભાઇ ડામોરે ડમ્પર ચાલક સામે ફરીયાદ લખાવી છે.