નડિયાદ નજીક ડુમરાલની સીમમાં ધમધમતા જુગારધામ પર પોલીસે રેડ પાડી 12 શકુનિઓને સાડા ત્રણ લાખના મુદામાલ સાથે પકડ્યા

નડિયાદ નજીક આવેલ ડુમરાલ ગામની સીમમાંથી પત્તાપાનાનો જુગાર રમતા ૧૨ શખ્સોને પકડી પાડવામાં ખેડા એલ.સી.બી પોલીસને સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે સ્થળ પર રેડ કરી હતી, દરમ્યાન કેટલાક શખ્સો ખેતરમાં પત્તાપાનાનો જુગાર રમી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જુગાર રમવાના સાધનો સાથે કાર, બાઇકો, મોબાઇલ, રોકડ મળી કુલ ૩.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાપ્ત વિગતોમાં ડુમરાલ ગામની સીમમાં મચ્છી ફાર્મથી આગળ નીલગીરીવાળા ખેતરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે ખેડા-નડિયાદ એલસીબી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી. જેમાં કેટલાક ઇસમો પત્તા પાનાનો હારજીનો જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા. જુગાર રમતા પકડાયેલા શખ્સોમાં સંજયભાઇ ચંદુભાઇ પરમાર,અશોકભાઇ ઉર્ફે દિપકભાઇ રાયસીંગભાઇ પરમાર, વિજયભાઇ ચંદુભાઇ પરમાર, હિતેષભાઇ અશોકકુમાર શાહ, બુધાભાઇ ચંદુભાઇ પરમાર, મનોજભાઇ લાલજીભાઇ વણઝારા, દિપકભાઇ ઉર્ફે ડોન્ડુ બળદેવભાઇ પંચાલ, સતિષભાઇ રમણભાઇ પરમાર, હરમાનભાઇ હરજીભાઇ પરમાર, કમલેશભાઇ રમણભાઇ ગામેચી, સુભાષભાઇ ઉર્ફે બેડો જયંતીભાઇ પરમાર અને ભાનુભાઇ મેલાભાઇ ભોઇનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *