વડોદરાની પાણીગેટ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી શરાબનાં જથ્થા સાથે એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 3 ઇસઓને પકડી પાડ્યા છે. પાણીગેટ પોલીસની ટીમ વાઘોડિયા રોડ ઉકાજીનાં વાડિયા નજીક રૂટીન ચેકિંગમાં હતી. દરમિયાન એક કારને ઉભી રાખવામાં આવી જેમા તપાસ કરતા રૂ.57,600ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી શરાબનાં જથ્થા સાથે પોલીસે કારમાં સવાર પુનીત લાલક્રષ્ણ ગુપ્તા, પ્રવિણ નરસિંહભાઈ ગુડોલ તેમજ સાગર પ્રકાશભાઈ પ્રજાપતિની અટક કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ શરાબનો જથ્થો દમણથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પકડાયેલા ત્રણ ઈસામો પૈકી પ્રવિણ ગુડોલ વલસાડ રૂરલ તાલુકા પોલીસ સ્ટેશને ફરજ બજાવે છે. પોલીસે વિદેશી શરાબ અને કાર સહિત રૂ.4.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે ઇસમોને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. દમણથી કારમાં વિદેશી શરાબનાં પાઉચ ભરીને વડોદરા આવતા વલસાડનાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઇસમોને પાણીગેટ પોલીસે પકડી પાડ્યા હતા. તમને જણાવી દઇએ કે, વહેલી સવારના અરસામાં વાઘોડિયા રોડ ઉકાજીનાં વાડિયા પાસેથી પસાર થતી એક કારને પોલીસે ઉભી રાખી તપાસ કરી હતી. કારમાંથી વિદેશી શરાબનાં ૫૭૬ પાઉચ કિંમત રૂ.૫૭,૬૦૦નાં મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.૪.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ઇસમોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, શરાબ દમણમાં કોની પાસેથી લાવ્યા? તેની તપાસ કરવાની છે. તમને જણાવી દઇએ કે, આરોપી પ્રવિણ ગુડોલ વલસાડ રૂરલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ઈસમ પુનીત અને સાગર ઉપર પહેલા પણ પ્રોહિબીશનનાં ગુનાઓ દાખલ થયા છે.