ચોટીલામાં ચાલતા વરલી મટકાનું જુગારનું નેટવર્ક પકડાયું, બે શખ્સની ધરપકડ

ચોટીલા પોલીસના હાથે શહેરમાં આણંદપુર રસ્તા ઉપરથી વરલી મટકાનો આંકડાનો જુગાર લેતાં બે શખ્સોને ઝડપી ધોરણસર ત્રણ શખસો સામે ગુનો દાખલ કરી ધોરણસરની તપાસ કરવામાં આવેલ છે.
પવિત્ર યાત્રાધામમાં અનેક પ્રકારની બંદીનો પગ પેસારો થયેલ છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવા માટે કમર કસવામાં આવી છે જેને સામાન્ય નાગરિકોમાં ખુબ બિરદાવવામાં આવેલ છે ત્યારે શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી રાહે કોઈના છૂપા આશીષથી ચાલતા વરલી મટકાનો વ્યવસાય ધમધમતો હોવાની મળેલી હકિકત ઉપરથી ઝડપેલ શખસો ઉપરથી પુરાવા મળી રહ્યા છે ત્યારે સમગ્ર નેટવર્કને ભેદવા પોલીસ કમર કસી રહી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે ચોટીલા પીઆઈ કે.ડી. નકુમના માર્ગદર્શન નીચે શહેરમાં વલી નેટવર્કને ભેદવા ટાઉન બીટના વિજયસિંહ સોલંકી, રાયધનભાઈ આહિર, ફારૂકભાઈ, શેખાભાઈ સહિતના સ્ટાફે વોચ ગોઠવતાં પોલીસના હાથે શહેરના ઘાંચીવાડમાં રહેતા સલીમ કરીમભાઈ બાવનકા અને નીરૂ સોમાભાઈ અજાડિયા તેઓના અંગત ફાયદા માટે આકં ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમી રમહશતાં મોબાઈલ ફોન, ડાયરી, પેન અને રોકડા રૂ.૩૭૫૦ સાથે પકડાઈ જતાં બંનેની પૂછપરછ હાથ ધરતાં બંને શખ્સો વરલીની કપાત હકાભાઈ ઉર્ફે હિંમત અરજણભાઈ રાઠોડ પાસે કરાવતા હોવાની કેફિયત આપતાં પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોટીલામાં છેલ્લા ઘણા સમયથી અનેક ઠેકાણે આંકડાનો જુગાર જુદા-જુદા સ્થળે કમિશન એજન્ટો મારફત મોબાઈલ નેટવર્ક પર વરલી મટકાની બજાર ચાલતી હોવાની બૂમ ઉઠેલ હતી અને આની પાછળ કોઈ ચોકકસ લોકોનો હાથ હોવાની પણ સંભાવના છે ત્યારે સમગ્ર જુગારની પાછળ મુખ્ય બુકી કોણ તે અંગે પોલીસ કાર્યવાહી હાથ ધરેલ છે અને ઝડપાયેલ બે શખ્સોની શહેરમાં સબકરૂપી સરભરા કરતાં અનેક લોકોના મોબાઈલ બધં થઈ ભૂગર્ભમાં ચાલ્યા ગયેલ હોવાની ચર્ચા ઉઠેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *