ચોટીલા-સાયલા હાઇ-વે પર મઘરીખડા ગામેથી ૧૪ લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપાયો: ઈસમ નાસી ગયો

ચોટીલા-સાયલા હાઈ-વે પર આવેલ મઘરીખડા ગામમાં હકિકતને આધારે પોલીસે રેડ પાડતાં ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂની ૩૪૮૦ બોટલ સાથે એક કાર મળી રૂ.૧૮,૯૨,૦૦૦નો મુદ્દામાલ જ કરી નાસી ગયેલ ઈસમ સહિતના સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરેલ છે. મળતી વિગતો અનુસાર ચોટીલા પીઆઈ નકુમને મઘરીખડા ગામની સીમમાં મોટો દારૂનો જથ્થો પડેલ છે અને દારૂના ધંધાર્થી કટિંગ કરવાની પેરવીમાં હોવાની હકિકત મળતાં પીએસઆઈ તથા સ્ટાફને સૂચના કરતાં મોડી રાત્રીના અરસામાં   પોલીસે હાઈ-વે પાસે આવેલ ઈસમ કિશોર ઘૂઘાભાઈની વાડીમાં રેડ પાડતા મુખ્ય ઈસમ તથા અન્ય શખ્સો દૂરથી પોલીસ વાનની લાઈટો જોઈ જતાં અંધારામાં નાસી છૂટેલ હતા અને પોલીસને સ્થળ પરથી એપીસોડ કલાસિક વ્હિસ્કીની બોટલ નગં ૩૪૮૦ તેમજ રેનોલ્ટ કંપનીની કારમાં ૧૫ પેટી દારૂ ભરેલ મળી આવેલ હતી. ચોટીલા પોલીસે કુલ રૂ.૧૮,૯૨,૦૦૦નો મુદ્દામાલ જ કરી મુખ્ય ઈસમ કિશોર જાંબુકિયા સહિતના કાર્યવાહીમાં ખૂલે તે બધા સામે ગુનો દાખલ કરી હાલ નાસી છૂટેલને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. ચોટીલા પીએસઆઈ એચ.એલ. ઠાકર, દેવાભાઈ રબારી, વિભાભાઈ, સરદારસિંહ, નરેશભાઈ સહિતના સ્ટાફે આ રેડની કામગીરીમાં રહેલ મઘરીખડા ગામના મુખ્ય આરોપી સહિત દારૂનો આવડો મોટો જથ્થો મઘરીખડા સુધી કયાં વાહનમાં આવ્યો અને વાહન જથ્થો ખાલી કરીને જતું પણ રહેલ છે પરંતુ બાતમીદારની બાતમી ઉપરથી પોલીસ તુરતં સ્થળ પર પહોંચતાં કટિંગ થાય તે પહેલાં જ પોલીસના હાથે પકડાઈ ગયેલ હતો ત્યારે ૧૪ લાખના પકડાયેલ જથ્થા સાથે કોણ કોણ સંકળાયેલા છે તેમજ જથ્થો વેચનાર અને લેનાર કોણ સહિતની હાલ ખાનગીરાહે પોલીસ કાર્યવાહી ચલાવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *