સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ તુલસી રો હાઉસમાં એક બંધ મકાનમાં લાખોની તસ્કરીની ઘટના બનવા પામી હતી. જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા સહીત ૧૦ લાખથી વધુની તસ્કરી કરી અજાણ્યા શખ્સો પલાયન થઇ ગયા હતા. જે બાબતે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં તસ્કરીની ઘટના હવે સામાન્ય બની ગઈ હોય તેમ એક પછી એક તસ્કરીની ઘટનાઓ બની રહી છે દિવસ રાત ચોર શખ્સો ઘટનાને અંજામ આપી પલાયન થઇ રહ્યા છે ત્યાં સામે પોલીસ પણ મુક પ્રેક્ષક બનીને તમાશો જોય રહી હોય તેવો ઘાટ ઉભો થયો છે. ત્યારે વધુ એક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બનવા પામ્યો હતો સરથાણા સ્થિત યોગીચોક વિસ્તારમાં આવેલ તુલસી રો હાઉસમાં રેહતા સંજયભાઈ અકબરી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ છે જે પોતે ઘરેથી ટીફીન લઈને કામે ગયા હતા અને તેમના પત્ની પિયર મળવા ગયા હતા ત્યારે બે રાત્રીના અરસામાં દરમિયાન ધાબા પરથી કોઈ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલ કબાટ તોડીને ૪૦ તોલા સોનું અને ૪૭ હજાર રૂપિયા રોકડાની તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા. જેની જાણ ઘર માલિકને થતા માલિકના માગ નીચે જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ સરથાણા પોલીસને થતા ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના કઈ રીતે બની અને કેવી રીતે ચોરો એ ચોરીને અંજામ આપ્યો તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમાં ખાસ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેનાથી કોઈ જાણભેદુ હોય તો તેની ઓળખ થઇ શકે કારણ કે અવર જવર વાળી સોસાયટીમાં એક જ મકાન બંધ હોય અને તેમાં તસ્કરી થાય તો સામાન્ય પણે શંકા થઇ શકે કે ચોરી કરનાર શખ્સોએ અગાવ થી જાણતા હતા હાલ તો સરથાણા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુણ નોંધી કાર્યવાહી શરૂ કરી છે .