સામખીયાળીમાં દ્વિચક્રી વાહનમાં દારૂની બોટલ લઈ જતા બે ઇસમોને પોલીસે 5 બોટલ દારૂ સાથે પકડી પાડ્યા હતા. સોમવારના રાત્રિના અરસામાં સામખીયાળીના ભાગયોદય હોટલની સામેના રસ્તા પર દ્વિચક્રી વાહન પર જતા બે ઇસમોને ઉભા રખાવીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય અંગ્રેજી દારૂની 5 બોટલ મળી આવી હતી. પોલીસે સાવન ભરતભાઈ જોષી (ઉ.વ.22) (રહે. ભચાઉ, ઉપલોવાસ) અને રાજદીપસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ.23) (રહે. નવી ભચાઉ) ની દારૂના 7250 અને વાહનના 50,000 ગણી કુલ 57,250ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.