સુરત-અમરેલીમાં સગીરાનું અપહરણ, લૂંટના ગુન્હામાં ફરાર ઈસમ લીંબડી નજીકથી પકડાયો

વઢવાણ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુરેન્દ્રનગર જીલ્લાના નાસતા ફરતા ઇસમો તથા ગુજરાતના અન્ય જીલ્લાના ગુન્હામાં નાસતા ફરતા ઇસમો જે અત્રેના જીલ્લામાં આશ્રય લીધેલ હોય તેવા ઇસમોને શોધી કાઢવા માટે એકશન પ્લાન તૈયાર કરી, તપાસ કરવા પો.સ.ઇ. વી.આર. જાડેજાને સૂચના અપાતા ફર્લો ટીમે ઈસમ રવિભાઇ અમરૂભાઇ બાઘાભાઇ રાઠોડ જાતે હજામ રહે. દોલતી તા. સાવરકુંડલા જી. અમરેલી વાળો નાસતો ફરતો હોય અને લીંબડી ચાર રસ્તા નજીકથી નીકળનાર હોય તેવી બાતમી હકીકત મળતા મજકુરને લીંબડી ચાર રસ્તેથી ઝડપી પાડી મજકુરને લીંબડી પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે. વી.આર. જાડેજા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કોવર્ડ સુ.નગરનાઓના સીધા સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો ટીમના એ.એસ.આઇ. નરપતસિંહ સુરૂભા, હેડ કોન્સ. નિકુલસિંહ ભુપતસિંહ, પો.કોન્સ. સનતભાઇ વલકુભાઇ, ભગીરથસિંહ અનુરૂદ્ધસિંહ, અજયવીરસિંહ વિજયસિંહ, ડ્રા.પો.કોન્સ. અશ્વિનભાઇ કરશનભાઇએ રીતેની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે. ઈસમ ઉપરોકત ગુન્હા સીવાય અમરેલી જીલ્લામાં લૂંટ તથા ખૂનની કોશિષ અને ખંડણી માંગવાના તથા મારામારીના કુલ ત્રણ અન્ય ગુન્હામાં પણ નાસતો ફરતો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *