Skip to content
રાજકોટ : કુવાડવા પોલીસ અને બી-ડિવીઝન પોલીસે જૂગારની રેડ પાડી આઠ શખ્સોને ઝડપી લીધા હતાં. કુવાડવા રોડ પોલીસે કુવાડવા ગામમાં જય સરદાર કોમ્પલેક્ષમાં આવેલી પ્રવ્ણિભાઇ ગોવિંદભાઇ ઠક્કર (ઉ.૫૫)ની શ્રી ધારેશ્વર નામની ઓફિસમાં રેડ પાડી તેને તથા મુકેશ વશરામભાઇ હીરપરા (ઉ.૩૫), રફિક ગીનભાઇ ભોણીયા (ઉ.૪૨) અને શામજી હમીરભાઇ ગોહેલ (ઉ.૪૫)ને તિનપત્તીનો જૂગાર રમતાં ઝડપી લઇ રૂ. ૪૨ હજાર રોકડા જપ્ત કર્યા હતાં. પી.આઇ. એમ.આર. પરમારની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા સહિતની ટીમે આ રેડ પાડી હતી. ઓફિસમાં પ્રવિણ ઠક્કર નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાનું પોલીસે નોંધ્યું છે. જ્યારે સંત કબીર રસ્તા પર ભગીરથ સોસાયટી-૧ના ખુણે ઉભા રહી વરલી ફીચરના આંકડા પર જૂગાર રમાડી રહેલા વિનોદ કાંતિલાલ વર્મા, શામજી ભુપતભાઇ ગોહેલ તથા મુકેશ શ્યામલભાઇ આહુજા તથા દિનેશ જ્ઞાનચંદ ધનવાણીને પોલીસે ઝડપી પાડી રૂ.૧૭,૦૮૫ રોકડા, આંકડા લખેલી સ્લીપો તથા બોલપેન જપ્ત કર્યા હતાં. પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ ડામોર, એએસઆઇ એસ. ડી. પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, એભલભાઇ બરાલીયા, કિરણભાઇ, કેતનભાઇ નિકોલા, હંસરાજભાઇ ઝાપડીયા સહિતે આ કામગીરી કરી હતી. કેકેવી હોલ પાછળ મફતીયાપરામાં રહેતો રાજુ ગોવિંદભાઇ મકવાણા હદપાર હોવા છતાં તેના ઝુપડા નજીક આવતાં માલવીયાનગરના કોન્સ. મશરીભાઇ ભેટારીયાએ ઝડપી પાડી તપાસ કરી હતી.