ભાવનગર શહેરમાં ૧૪ વર્ષ પૂર્વે અપહરણ તથા ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતના ગુન્હામાં પલાયન શખ્સને ભાવનગર એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસે અમદાવાદથી પકડી લીધો હતો. આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર એસ.ઓ.જી. તથા એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, નિલમબાગ પોલીસ સ્ટેશન અપહરણ તથા ગેરકાયદેસર રીતે પરવાનગી વગર ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી પલાયન કુણાલ ભુપેન્દ્રભાઇ ખંભોળજા અમદાવાદ થલતેજ જય અંબે નગર સોસાયટી ખાતે છુપાયો છે. પોલીસે આ બાતમીના આધારે સ્થળ પર રેડ પાડી તેને પકડી પાડી શખ્સ વિરૂધ્ધ કાયદેસર તજવીજ કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટ તથા સ્ટાફ જોડાયો હતો.