જેતપુર માર્કેટીગ યાર્ડ નજીકથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતી જેતપુર સીટી પોલીસ

જેતપુર માર્કેટીગ યાર્ડ નજીકથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતી જેતપુર સીટી પોલીસ.રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓની સુચના અન્વયે ના.પો.અધિ.શ્રી જે.એમ.ભરવાડ સાહેબ તથા પો.ઇન્સ શ્રી વી.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ખરાડી સાહેબ તથા પો.કોન્સ પ્રતિપાલસિંહ નિરુભા તથા સમીરભાઈ બારોટ તથા દેવાયતભાઈ એમ બઘા જેતપુર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ હકીકત આધારે એક હોન્ડા મોટર સાયકલ નંબર જીજે 3 એફએ 4695વાળુંમાં ઈંગ્લીશ દારૂ જથ્થા લઈને જેતપુર માર્કેટિંગ યાર્ડ નજીક આવનાર છે હકિકત મળતા જેતપુર માર્કેટીગ યાર્ડ પરથી શખ્સ કિશોરભાઈ ઉર્ફ ટૉનિયો મનસુખ ભાઈ બારૈયા રહે.જેતપુર બાપુની વાડી ઈંગ્લીશ દારૂ નગ-2ની કિંમત રૂ.600 તથા મોટર સાયકલ કિંમત રૂ.20,000 કુલ મૃદામાલ કિંમત રૂ.20,600 મળી આવતા તેમના વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમા ગુન્હો રજૂ. કરાવી કાયદેસરની તજવીજ કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *