જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને ઝડપી ક્વોલિટી કેસ કરતી ધોરાજી પોલીસ

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે બાબતે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી કે.આર.રાવત સાહેબના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ વસાવા સાહેબ પીએસઆઈ જે.બી મીઠાપરા સાહેબ તથા એચસી વિરામભાઈ વાણવી એચસી હિતેશભાઈ ગરેજા એચસી ધનજીભાઈ વાસાણી પીસી બળદેવભાઈ સોલંકી પીસી પ્રદિપભાઈ બારોટ એમ બધા ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે મળેલ હકિકતના આધારે ધોરાજી ચિસ્તીયા કોલોનીમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા શખ્સ રફીકભાઈ અબ્બાસભાઈ ચખાલી રહે.ધોરાજી ચિસ્તીયા કોલોની તથા ઇકબાલભાઈ યુસુફભાઈ હાલાઈ રહે. રાજકોટ રામનાથપરા મેઈનરોડ તથા અબ્દુલ્લા જિકરભાઈ કલુડી રહે. ચિસ્તીયા કોલોની વાળાઓને રોકડા રૂ.11,380તથા ગંજીપતાના પાના નંગ 52 મળી કુલ રૂ.11,380ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુરો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ કરેલ છે. આ તકે આ સમગ્ર કામગીરીમાં પીઆઈ શ્રી કે.આર.રાવત સાહેબ, પીએસઆઈ શ્રી એસ.એમ વસાવા સાહેબ, પીએસઆઈ જે.બી મીઠાપરા સાહેબ, એચસી વિરમભાઈ વાણવી, પીસી હિતેશભાઈ ગરેજા, પીસી ધનજીભાઈ વાસાણી, પીસી બળદેવભાઈ સોલંકી તેમજ પીસી પ્રદિપભાઈ બારોટ જોડાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *