IPLની મેચના સટ્ટાના હિસાબ સાથે ત્રણ ઇસમો ઝડપાયા

વડોદરા, આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા ઇસમો મેચના સટ્ટાનો હિસાબ તેમજ આજની મેચની ડિપોઝીટ જમા કરવા માટે ભેગા થયેલા ત્રણ ઇસમોને પીસીબી પોલીસે પકડી પાડયા છે. હાલમાં ચાલી રહેલી આઈપીએલની મેચમાં સટ્ટો રમાડવાના કિસ્સાઓ ઝડપાઇ રહ્યો છે. જેથી પોલીસ દ્વારા આ અંગે વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે. આજવારોડ અલ્હાબાદ બેંક પાસેના ચાર રસ્તા નજીક આઈપીએલની મેચનો હિસાબ તથા આજની મેચની ડિપોઝીટ કરવા માટે જમાલ શેખ, ધવલ પટેલ અને અન્ય ભેગા થવાના છે. જેથી, પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડીને ત્રણ ઇસમો ધવલ ઘનશ્યામભાઇ પટેલ (રહે. હરિ સાંઇ શરણમ ફ્લેટ વાઘોડિયા ડભોઇરીંગ રોડ, વડોદરા), સંજય વિહાભાઇ ચૌહાણ (રહે. તુલસીધામ સોસાયટી દૂધેશ્વર સોસાયટીની બાજુમાં આજવા રોડ) તથા સચિન બિપીનચંદ્ર દેસાઇ (રહે. અશોકનગર સોસાયટી અલ્હાબાદ બેંક પાસે આજવા રોડ)ને પકડી પાડી ત્રણ મોબાઇલ ફોન, બાઇક રોકડા રૂ.૩૧,૯૭૦ તથા ક્રિકેટનો સટ્ટો લખેલો હિસાબ જપ્ત કર્યો હતો. જ્યારે અન્ય ઇસમો જેકી મારવાડી, હિમાંશુ પટેલ, જય ઉર્ફે ભોલુ શર્મા, અંકુર શેઠ, ધવલ વ્યાસ અને જમાલ શેખની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *