Skip to content
ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તાનરમાં દારૂ-જુગારની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલ તથા ઈમ્તીયાઝખાન પઠાણને સયુકત બાતમી રાહે હકિકત મળેલ કે બોરડી ગેટ પાછળ જવાહર કોલોનીમાં આવેલ ગોડાઉનમાં માલીકની જાણ બહાર વિમલ ઉર્ફે કેતન લલીતભાઇ સોલંકી રહે. ભાવનગર બોરડીગેટ મહાત્મા ગાંઘી સોસાયટી વાળાએ ભારતીય બનાવટનો ઇગ્લીશ શરાબનો જથ્થો ઉતારેલ છે. તે હકિકત આઘારે દરોડો કરતા દરોડા દરમ્યાન વ્હીસ્કીની બોટલ નંગ ૫૬ ડ્રાયજીન પ્રિમીયમ બોટોલ નંગ ૨૧ કુલ બોટલ નંગ ૭૭ કુલ રૂ.૨૩,૧૦૦ નો મુદામાલ મળી આવતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન મુજબનો ગુન્હો દાખલ કરાવેલ છે. આ કામગરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એન.બારોટ પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફના પરાક્રમસિંહ ગોહિલ, ભયપાઇસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ સરવૈયા, ઇમ્તીયાજ પઠાણ, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, અરવિંદભાઇ પરમાર, ચિંતનભાઇ મકવાણા વગેરે ટીમનાં માણસો જોડાયા હતાં.