વાપીના છીરીમાં એક જ રાત્રિમાં અરસામાં 11 દુકાનના તાળા તોડી તસ્કરો ચોરી કરી ગયા

વાપીના છીરી ગામે મુખ્ય માર્ગ પર આવેલા બે બિલ્ડીંગમાં એક જ રાત્રિના અરસામાં દરમિયાન તસ્કરોએ એક સાથે 11 દુકાનોના તાળા તોડી તરખરાટ મચાવતા વેપારી સહિત લોકોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, ત્રણથી ચાર દુકાનોમાંથી અંદાજીત રોકડા રૂ. 20 અને માલસામાનની તસ્કરી થઈ હતી. જયારે અન્ય દુકાનોમાંથી કશું ચોરાયું ન હતું. સીટીટીવીમાં પાંચ ઇસમોની હિલચાલ કેદ થઈ હતી. વાપી પાસેના છીરી ગામે મુખ્ય રસ્તા પર આવેલા ત્રિશલા બિલ્ડીંગ અને શગુન રેસીડેન્સીમાં આવેલી દુકાનોના સોમવારે રાત્રિના અરસા દરમિયાન તસ્કરોએ શટરના તાળા તોડયા હતા. એક સાથે બંને બિલ્ડીંગમાં જ્વેલર્સ, પાંઉવડા, અનાજ કરિયાણા સહિતની 11 દુકાનોના તાળા તોડયા હતા. પણ તસ્કરોના હાથમાં 11 પૈકી 3 થી 4 દુકાનોમાંથી અંદાજીત રોકડા રૂ.20 હજાર અને થોડો માલસામાન આવ્યો હતો, જે તસ્કરી ગયા હતા. આ ઉપરાંત મહાવીર જ્વેલર્સ અને બી-ટુ મોબાઈલ નામની દુકાનમાં તાળા તોડી અંદર ઘુસવાનો પ્રયાસ કરાયો હતો. મંગળવારે સવારના અરસામાં દુકાનદારો દુકાન પર આવ્યા ત્યારે શટરના તાળા તૂટેલા જોતા ચોંકી ગયા હતા. ઘટનાને પગલે બિલ્ડીંગોમાં રહેતા લોકો એકત્રિત થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ડુંગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હાથ ધરેલી તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજની ચકાસણી કરી હતી. જેમાં પાંચ ઇસમોની હિલચાલ કેદ થઈ હતી. તસ્કરોએ મળસ્કે બપોર થી સાંના અરસા દરમિયાન ખેલ કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈ વાપી અને આસપાસના વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ અભિયાનને કારણે તસ્કરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે, ચૂંટણી પૂર્ણ થતાં જ તસ્કરોએ ફરી સક્રીય બની તરખરાટ મચાવવાનું શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *