જેતપુરમાં એસેન્ટ કારમાં 250 લીટર દેશીદારૂ સાથે જૂનાગઢનો ઈસમ પકડાયો

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના અન્વયે નાયબ પોલીસ અધિકારી જે.એમ.ભરવાડ તથા વી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પોલીસ સ્ટેશનના હે.કો.સંજયભાઈ પરમાર તથા ભાવેશભાઈ ચાવડા તથા પો.કોન્સ.નારણભાઈ પંપાણિયા, ચેતનભાઈ ઠાકોર, લખુભા રાઠોડ, રામજીભાઈ ગરેજા એમ બધાં જેતપુર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમિયાન પો.કોન્સ.નારણભાઈ પંપાણિયાને મળેલ હકીકત આધારે એક હુન્ડય એસેન્ટ કાર નં. જીજે 27 7563માં દેશીદારૂનો જથ્થો લઈને જૂનાગઢથી આવનાર છે તેવી હકીકત મળતા જેતપુર સારણના પુલ પરથી ઈસમ આઈદાન કલ્યાણદાન રાજાણી (રહે.જૂનાગઢ)ની કારમાં દેશીદારૂની કિંમત રૂ.4,000 તથા કાર કિંમત રૂ.1,50,000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.1,54,000 મળી આવતા તેમજ દારૂ મંગાવનાર આરતી સુનીલ (રહે.જેતપુર)ને અટક કરવા પર બાકી રહેલ છે જેથી બંને વિરૂધ્ધ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજૂ કરાવી કાયદેસરની તપાસ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *