આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા નવ શકુનિઓ પકડાયા

આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા નવ શકુનિઓન પકડાતાં ચકચાર રોકડા રૂ.૪૯,૭૯૦ તથા મોબાઇલ ફોન નંગ-૯ કિંમત રૂ.૧૦,૫૦૦તથા ફોરવ્હીલ કાર-૨ કિંમત રૂ.૨,૫૦,૦૦૦તથા મોટર સાયકલ ૨ કિંમત રૂ.૪૦,૦૦૦ તેમજ જુગારના સાધનો કિંમત રૂ.૧૬૦ મળી કુલ મુદામાલ રૂ.૩,૫૦,૪૫૦ સાથે જુગારીઓની ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની દારૂ જુગારની સમગ્ર નર્મદા જિલ્લામાંથી ચુસ્ત પણે નાબુદીની સુચનાથી આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના મલાવ ગામે રહેતાં જેન્તીભાઇ મથુરભાઇ વસાવા પોતાના આર્થીક ફાયદા સારૂ પોતાના ઘરની પાછળ વાડામાં ગેરકાયદેસર રીતે પૈસાની હારજીતનો જુગાર રમાડતાં હોય બાતમી આધારે દરોડો કરતાં રોકડા રૂ.૪૯,૭૯૦તથા મોબાઇલ ફોન નંગ ૯ કિંમત રૂ.૧૦,૫૦૦ તથા ફોરવ્હીલ કાર-૨  કિંમત રૂ.૨,૫૦,૦૦૦ તથા મોટર સાયકલ-૨ કિંમત રૂ.૪૦,૦૦૦ તેમજ જુગારના સાધનો કિંમત રૂ.૧૬૦ મળી કુલ મુદામાલ રૂ.૩,૫૦,૪૫૦ સાથે શંકુનીઓ દિપકભાઇ કંચનભાઇ પટેલ રહે. હજરપુરાતા. નાંદોદ, વિશાલભાઇ પ્રકાશભાઇ અધ્યારૂ રહે.રાજપીપળા વિશાવગા, જયેશભાઇ કિશનભાઇ વસાવા રહે.મોતીબાગ રાજપીપળા, નંદકિશોર ઠાકોરલાલ શાહ રહે.રાજપીપળા શેઠ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા, જીતેન્દ્રભાઇ પ્રવિણચંન્દ્ર ભગતવાલા રહે.રાજપીપળા,વડ ફળીયુ, નિતેષભાઇ મનહરભાઇ પટેલ,રહે. દરબાર રોડ, શ્રીનાથજી મંદિર, કનુભાઇ મથુરભાઇ વસાવા રહે.ભરૂચ બી-૩૦ ગણેશ વિહાર સોસાયટી, ઝાડેશ્વર રોડ તા.જી.ભરૂચ,નામશરણ ઝીણાભાઇ ચીખલીગર,રહે.રાજપીપળા,રાજેન્દ્રનગર,સોસાયટી, જયંતીભાઇ મથુરભાઇ વસાવા, રહે.પલાવ તા.નાંદોદને ઝડપી આગળની કાયદેસરની તપાસ કરી વધુ તપાસ માટે આમલેથા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *