લીબડીમાં ક્રિકેટ મેચના સટ્ટામાં ત્રણ ઇસમો પકડાયા

સુરેન્દ્રનગર લીબડીના સંઘડિયા બજારમાં આવેલા કોમ્પ્લેક્ષમાં સોમવારે રાત્રિના અરસામાં અરસાના કલકત્તા અને મુંબઈની ટીમો વચ્ચે રમાતી મેચમાં અમુક ઇસમો સટ્ટો રમતા હોવાની વિગતો મળતા એલસીબી ટીમે રેડ પાડતા સટ્ટો રમતા ગજેન્દ્ર રાણા, દેવેન્દ્ર રાણા, રાજદીપ ઝાલા પકડાઈ ગયા હતા. આ ઇસમો પાસેથી પાંચ મોબાઈલ કિંમત રૂ.24 હજાર અને રોકડ રૂ.720 સહિત રૂપિયા 24,720નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સટ્ટામાં તેજસભાઈ ગોસ્વામી, સોહિલખાન, પ્રિયાંક વલેરા અને રોહિત પટેલ ઓનલાઈન ક્રિકેટથી સટ્ટો રમાડતા હોવાનું ખૂલતાં બધા સાતેય ઇસમો સામે લીબડી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો હતો.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *