માધાપર અને કેરામાં જુગારની રેડ: ૬ શખ્સો પકડાઈ ગયા

ગાંધીધામ ભુજ તાલુકાનાં માધાપર ગામમાં જુગાર રમતા મહિલા સહિત પાંચ ઇસમો જેલ હવાલે થયા હતા, જ્યારે કેરા ગામમાં વોટસએપ મારફત આંકડાનો જુગાર રમતા એક ઈસમ પકડાયો હતો.પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ માધાપર પાસે કાશમસાપીરની દરગાહ નજીક પૂર્વ બાતમીના આધારે ભુજ બી-ડિવિઝન પોલીસે તપાસ કરી હતી. શખ્સો રણજીત રવજી મહેશ્વરી,સંજય અશોક પટ્ટણી, મહેશ કારા તરવદા, રાહુલ રજૂ પટ્ટણી,લીલાબેન સુનિલ પટ્ટણી જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પકડાઈ ગયા હતા. આ તપાસ દરમ્યાન પોલીસે રોકડા રૂ.૧૦ હજાર જપ્ત કર્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ભુજ તાલુકાનાં કેરા ગામમાં બસ સ્ટેશન પાસે પૂર્ણ બાતમીના આધારે માનકુવા પોલીસે રાત્રિના અરસાના તપાસ કરી હતી.  શખ્સો અરવિંદ દેવજી મહેશ્વરીને પોલીસે આંકડાનો જુગાર રમાડતા પકડી પાડ્યો હતો. શખ્સ મોબાઈલ ફોનમાં સટ્ટો મટકાકોટ મોબાઈલ વેબ સાઇટ મારફતે વોટસએપથી માણસો પાસેથી વરલી મટકાના આંકડા લેતો હતો. તેના કબ્જામાંથી ૨૦ હજારની કિંમતનો મોબાઈલ ફોન અને રૂ. ૩૧૦૦ રોકડા અને બાઇક  સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *