નખત્રાણામાં આઈપીએલ સટ્ટો રમાડતા બે બુકીઓ પકડાયા

નખત્રાણા : શહેરમાં આવેલ ગેલેકસી કોમ્પલેક્ષ નજીકના રસ્તા ઉપર પોલીસે દરોડો પાડી બે ઇસમોને આઈ.પી.એલ. ક્રિકેટ સટ્ટો રમતા પકડી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભુજના મેમણ કોલોની રહેતા જેનલ કાદર મેમણ તથા નખત્રાણાના કમલેશ રાજેન્દ્ર જોષી ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાના અંતિમ તબક્કા દરમ્યાન સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ ઈલેવન પંજાબ વચ્ચેની ર૦ ઓવરની મેચ દરમ્યાન કઈ ટીમ હારશે અને કઈ ટીમ જીતશે તેનો હારજીતનો સટ્ટો ચલાવતા નખત્રાણા પોલીસે દરોડો પાડી રોકડા રૂપિયા ૧પ,૧૦૦ તથા બે મોબાઈલ મળી રપ,૧૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી હેડકોન્સ ધનજીભાઈ આહીરે બંને ઇસમો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *