વેરાવળના ભાલકામાં થયેલી ઘરફોડ તસ્કરીનો ભેદ ઉકેલાયો : રૂ.49 હજારની મત્તા સાથે તસ્કર પકડાયા

વેરાવળના ભાલકા વિસ્તારમાં થોડા દિવસ પહેલા ઘરફોડ તસ્કરી થયેલ તેનો ભેદ એલસીબીએ ઉકેલી બાળ ચોર પાસેથી રૂ.49 હજારની રીકવરી કરી વધુ કાર્યવાહી હાથ ધરેલ છે. જૂનાગઢ રેન્જ વડા સુભાષ ત્રિવેદી તેમજ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ ગીર સોમનાથ જિલ્લામાં થતાં ઘરફોડ તસ્કરીના બનતા બનાવો અટકાવવા અને બનેલ ગુનાએ શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. કે.જે.ચૌહાણ એએસઆઇ લત્તાબેન પરમાર, પો.હેડ.કોન્સ. અજીતસિંહ પરમાર, મેસુરભાઇ વરૂ, મેરામણભાઇ શામળા, પો.કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ, ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.કોન્સ. વીરાભાઇ ચાડેરા, જગતસિંહ પરમાર સહિતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમિયાન બાતમીના આધારે કામનાથ સોસાયટી ભાલપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી રોકડ રૂ.87,500ની તસ્કરી થયેલ તે બનાવમાં તસ્કરી કરનાર ભાલકા મંદીરની સામે ઝુંપડપટ્ટીમાં રહેતો બાળક રવિ નારણભાઇ દેવીપુજક હોવાનું માલુમ પડતા તેના ઘરે જઇ આ બાળકને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા આ ઘરફોડ તસ્કરીમાં ગયેલ રૂપિયાની તસ્કરી પોતે કરેલ હોવાનું જણાવેલ અને તેની પાસેથી રૂ.49,000 રોકડ રકમ રીકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરેલ છે. બાઇકની ઉઠાંતરી વેરાવળ તાલુકાના ડાભોર ગામે વાડી વિસ્તારમાં રહેતા કોળી હરેશભાઇ જીણાભાઇ ખુંટડ (ઉ.વ.28)ની હીરો સ્પલેન્ડર મોટર સાઇકલ નંબર જીજે-32 એલ 1769 કિંમત રૂ.40 હજારની કોઇ તસ્કર તસ્કરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં લખાવતા એએસઆઇ એમ.ટી.નિમાવતે કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *