કોટડા સાંગાણીના નાના માંડવા ગામે જુગાર રમતા નવ શંકુનીઓ પકડાયા

કોટડા સાંગાણીના નાના માંડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા નવ શંકુને પોલીસે પકડી લીધા હતાં અને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. રાજકોટ રૂરલ એસપી બલરામ મીણા તથા ડીવાયએસપી એચ.એમ.જાડેજાના માર્ગદર્શન મુજબ કોટડા સાંગાણી પોલીસના પીએસઆઇ કે.બી.સાંખલા તેમજ સ્ટાફના શિક્તસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ પરમાર, અમિતભાઇ સુરુ સહીતનાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન શિક્તસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે નાના માંડવા ગામે ચંદુ લાલા ડોબરીયાની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા જતીન સુખા માનસરા રહે.મોટા માંડવા, રમેશ ખીમા વઘાસીયા રહે.રામોદ, પરેશ ગીરધર પડારીયા રહે. નાના માંડવા શૈલેષ દુદા હિરપરા રહે.મોટા માંડવા, નીલેશ કડવા ઠુમ્મર રહે. નાના માંડવા, અશોક ગોવિંદ શીગાળા રહે. મોટા માંડવા, કલ્પેશ રમેશ ત્રિવેદી રહે. રામોદ, લક્ષ્‍મણ બચુ કયાણા રહે.રામોદ, મનોજ દેવજી ઉંધાડ રહે.રામોદવાળાઓને રોકડ રકમ 26,460 સાથે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *