ભુજની મહિલા કલ્યાણ કેન્દ્ર પરણીતાએ ગળેફાંસો ખાધો

ભુજની મહિલા કલ્યાણ કેન્દ્રમાં કાલે એક મહિલાદ્રારા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મહિલા મંગળવારના તો હજુ મહિલા આશ્રમમાં આવી હતી અને કોઈ પણ કારણોસર બુધવારના કલ્યાણ કેન્દ્રના બાથરૂમમાં આપઘાત કરી લીધો હતો. આપઘાત કરવા પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી આ અગાઉ પણ આ મહિલા કેન્દ્રમાંથી છોકરીઓના ભાગી જવાના બનાવો બન્યા હતા. તો આ બધા પાછળ ક્યાકને ક્યાક ટ્રસ્ટીઓની બેદરકારી સામે આવે છે. નહિતો આવા બનાવો ન બને આદિપુરની પરણીતા મહિલા ઉ.વ. 31 એ બાથરૂમના પિલરમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ થતાં મહિલા આશ્રમના સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરતાં ભુજ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચીને પંચનામું કર્યું હતું. બાદમાં આ મહિલા હોસ્પિટલમાં લઈ આવામાં આવી હતી. દયાપાર પોલીસમાં ફરજ બજાવતા ધનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે આ મહિલા તેના મઉ ગામના પ્રેમી સાથે માતાના મઢ ખાતે થી પોલીસના હાથમાં ઝડપાઈ ગઈ હતી. બાદમાં તેના પ્રેમીને તેના ઘરવારા લઈ ગયા હતા. પરંતુ યુવતીના ઘરવાળાને જાણ કરતાં તેને સોમવાર સુધી કોઈજ લેવા ન આવતા ન છૂટકે મંગલવારે તેને ભુજની મહિલા આશ્રમમ મૂકી જવાઈ હતી.પરંતુ બુધવારની સાંજે અચાનક આ મહિલા દ્રારા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહિલાના આપઘાત પાછળના કારણો જાણવા પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ મહિલાના બે સંતાનો પણ છે.              

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *