ધોરાજી : આંબાવાડીમાં જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી કેસ કરતી પોલીસ

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે બાબતે ધોરાજી પોલીસ ટીમ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે મળેલ હકીકત આધારે ધોરાજી આમબાવાડીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આહમદભાઈ મહામદભાઈ ચૌહાણ, સિકંદર મામદભાઈ ગબોલ, બોદુ કારીમાભાઈ શેખ, અફરોજ હાબીબભાઈ બીડિવાલા, ઇમરાન વલીમામદ કરગથરા, વસીમ અમનભાઈ નાઈ રહે. બધા ધોરાજીવાળાને રોકડા રૂ.૬,૩૩૦તથા મોબાઈલ નંગ-5 કિંમત રૂ.૭,૫૦૦તથા મળી કુલ રૂ.૧૩,૮૩૦ ના મુદ્દામાલ સાથે બધા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તેમની સામે કાયદેસરની તજવીજ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *