થરાવડા-વરલી ત્રણ રસ્તે દારૂની બોટલ સાથે બાઈક ચાલક ઝડપાયો

ભુજ : તાલુકાના થરાવડા વરલી ત્રણ રસ્તા પાસેથી પોલીસે એક ઈસમને દારૂની બોટલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુળ કેશોદ જિલ્લો જુનાગઢ હાલે વાંકી તા.મુન્દ્રાના ઉદય જીવરાજભાઈ રામાણી (પટેલ)ને જીજે ૧ર એએફ ૬૩૦૧ સાથે ઝડપી પાડયો હતો. ઈસમ પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ ૧ કિંમત રૂ.૪૦૦ તથા ર૦,000 ની મોટર સાયકલ જપ્ત કરી હતી. ઈસમની પુછતાછમાં દારૂની બોટલ મુળ અમદાવાદના રાજુ પ્રજાપતિ પાસેથી લીધાની કેફીયત આપતા બંને ઇસમો સામે પધ્ધર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *