રાજકોટમાં ચાલતા ક્રિકેટના સટ્ટા પર સ્ટેટ વિજિલન્સની રેડ, 9 ઇસમોની અટક, સ્થાનિક પોલીસ ઉંઘતી પકડાઈ

રાજકોટ : શહેરના પોષ વિસ્તાર ગણાતા રામકૃષ્ણનગરમાં એક ફ્લેટમાંથી આઇપીએલની મેચ પર ચાલતો ક્રિકેટ સટ્ટો ઝડપાયો છે. એજન્સીએ સ્થળ પરથી મુખ્ય સૂત્રધાર એવા સચીન ઠક્કર સહિત કુલ નવ લોકોની અટક કરી છે. ઉપરાંત અન્ય 50 લોકોના નામ ખૂલ્યા છે. એજન્સીને ઘટનાસ્થળેથી મોબાઈલ, લેપટોપ ઉપરાંત દારૂ પણ મળ્યો છે. સ્ટેટ વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સમગ્ર તપાસ કરતાં, રાજકોટ પોલીસ ઉંઘતી પકડાઈ છે. મળતી વિગતો અનુસાર, ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે ગત સાંજના અરસામાં રામકૃષ્ણનગરના રાજકમલ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં ચાલતા દરોડો પાડ્યો હતો. પીએસઆઈ રામાણીએ ટીમ સાથે મળીને આ ટીમે સટ્ટા સામે તપાસ શરૂ કરી હતી. જે મોડી રાત સુધી ચાલુ રહી હતી. સટ્ટાનો સૂત્રધાર સચીન ઠક્કર હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે આ એજન્સી દ્વારા સૂત્રધાર સચીન, શ્યામ સિંધી સહિત ઘટનાસ્થળેથી નવ લોકોની અટક કરવામાં આવી છે. ઉપરાંત એજન્સીને ઘટનાસ્થળેથી મોબાઈલ, લેપટોપ અને દારૂ પણ મળી આવ્યો છે. તેમજ 50 જેટલા અન્ય લોકોના નામ પણ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ દ્વારા આ સમગ્ર ઓપરેશન સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવ્યું હતું. જેને પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી પકડાઈ છે. તેમજ આ ઓપરેશનની જાણ થતાં રાજકોટ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ મામલામાં વધુ મોટા ચોંકાવનારા ખુલાસાઓ થવાની તેમજ કેટલાક પોલીસ કર્મચારીઓની નોકરી પણ જોખમમાં મુકાય તેવી ચર્ચા પોલીસકર્મીઓમાં ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *