રાપરમાં દંપતીને માર મારી મહિલાની છેડતી કરનાર ઈશમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
copy image

રાપરમાં દંપતીને માર મારી મહિલાની છેડતી કરવાના પ્રકરણમાં આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપરમાં રહીને સોનીકામ કરનાર એક યુવાન તથા તેના પત્ની ગત રાત્રે જમીને વોકિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન માલીચોક રશ્મિ સ્ટોર પાસેથી પસાર થતાં ત્યાં ઓટલા પર બેઠેલા ત્રણ શખ્સ ગાળાગાળી કરતા હોવાથી ફરિયાદીએ ગાળાગાળી ન કરવા જણાવતાં ઉશ્કેરાઈ ગયેલ ઈશમોએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી હતી. ઉપરાંત ફરિયાદીના પત્નીના વાળ પકડી નીચે પાડી દઇ છેડતી કરી માર માર્યો હતો.પોલીસે આ મામલે આરોપી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.