સુરતની નર્મદ યુનિવર્સિટી કેમ્પસની વિવેકાનંદ હોસ્ટેલમાં થર્ટી ફસ્ટની રાત્રીના કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતાં ઝડપાયા?
copy image

સૂત્રો જણાવી રહ્યા છે નર્મદ યુનિવર્સિટી કેમ્પસની વિવેકાનંદ હોસ્ટેલમાં થર્ટી ફસ્ટની રાત્રીના કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનો મામલો સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ હોસ્ટેલમાં થર્ટી ફસ્ટની રાત્રીના કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા? તે દરમ્યાન આની રાવ મળતાં રજિસ્ટ્રાર, હોસ્ટેલ વોર્ડન અને સિકયુરીટી ઓફિસરની ટીમે દરોડા પાડીને એક વિદ્યાર્થીને ફૂલ પીધેલી હાલતમાં પકડ્યો હતો.? જયારે વધુ ત્રણેક વિદ્યાર્થીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ મામલે પોલીસ ફરિયાદ કરાયા બાદ વિદ્યાર્થીને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે.