વર્ષ 2024 દરમ્યાન પશ્ચિમ કચ્છમાં બે હજારથી વધુ લોકો બન્યા સાયબર ક્રાઇમનો શિકાર
copy image

ગત વર્ષ 2024 દરમ્યાન પશ્ચિમ કચ્છમાં 2029 લોકો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાની માહિતી સપાટી પર આવે છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ઠગાઈનો ભોગ બનેલા વ્યક્તિઓના કુલ રૂા. 1,65,69,367ના કોર્ટ ઓર્ડર મેળવી તેમાંથી રૂા. 94,53,803 અરજદારોના બેંક ખાતામાં પરત અપાવી દેવાની કામગીરી કારાઈ છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છમાં વર્ષ 2024 દરમ્યાન 2029 લોકો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા.જેમાં આર્થિક છેતરપિંડીના કેસો વધુ હતા. સાયબર સેલમાં સીધા 339 ઉપરાંત વિવિધ પોલીસ મથક અને હેલ્પલાઇનથી અરજદારો આવ્યા હતા. વધુમાં જણાઈ રહ્યું છે કે આવા અરજદારોના ખાતામાંથી ગયેલા નાણાં પૈકી કુલ રૂા. 1,65,69,367ના કોર્ટ ઓર્ડર મેળવી તેમાંથી રૂા. 94,53,803 અરજદારોના બેંક ખાતામાં પરત ઉપરાંત બાકીના રૂા. 71,15,564 બેંકમાંથી રિફંડ મેળવવાની કામગીરી કરાઈ છે.