દારૂની પાર્સલ સેવા: જયપુરથી પાર્સલમાં દારૂ મંગવાવનું નેટવર્ક પકડાયું

વડોદરા પાર્સલ પેકીંગમાં દારૂનો જથ્થો વડોદરા ખાતે આવતો હોવાની બાતમીના આધારે પોલીસે એક ટેમ્પોમાં મુકેલા બોક્સ ખોલતા તેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પાર્સલ સેવાનો ઉપયોગ કરી જયપુરથી દારૂનો જથ્થો વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસના કડક ચેકિંગ અને પેટ્રોલિંગથી બચવા માટે બુટલેગરો અલગ આલગ તરકીબો આપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરે છે. ક્રાઈમ બ્રાન્ચે ટ્રકમાં ચોરખાનું બનાવી લાવવામાં આવતી દારૂ પકડી પાડી હતી. જયારે ક્રાઈમ બ્રાન્ચે પાર્સલ સર્વિસમાં જયપુરથી અલગ બોક્સમાં પેકિંગ કરી અને મંગાવવામાં આવતો દારૂનો જથ્થો વડોદરાના સોમાતળાવ રસ્તા પરથી પકડી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે પાર્સલ સર્વિસમાં જયપુરથી દારૂનો જથ્થો અલગ બોક્સમાં પેક કરી સામાન્ય સામાનની સાથે ટ્રકમાં લોડ કરી વડોદરા લવાય છે. જે પાર્સલના બોક્સને બુટલેગરો સુધી પહોચાડવામાં આવે છે. વડોદરા આ દારૂનો જથ્થો ઉતારી અતુલ શક્તિ ટેમ્પો મારફતે વિવિધ સ્થળે બુટલેગરોને ડીલીવર કરવામાં આવે છે. જે માહિતીના આધારે પોલીસે બાતમી બાળો ટેમ્પો પકડી પાડ્યો હતો. જે ટેમ્પોમાં પેકિંગ વાળા બોક્સ જોતા તેમાં બીયરના ૨૪૦ ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટેમ્પો ચાલક મહેન્દ્રસિંહ રાઠોડ , કેરિયર રાશીદ અસલમખાન પઠાણ અને દારૂનો જથ્થો મંગાવનાર અવતારસિંહ પંજાબીની અટક કરી હતી. જયારે દારૂનો જથ્થો અલગ પેકીંગમાં મોકલનાર જયપુરનું રહેવાસી રવિ અગ્રવાલ તેમજ છાણી વિસ્તારના બુટલેગર પાર્થ સોલંકીને પોલીસે વોન્ટેડ જાહેર કરી અને કુલ ૨,૩૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *