માતર તાલુકાના ગરમાળા પાસે ધમધમતા જુગારધામ પર પોલીસે રેડ પાડી 3 શકુનિઓને પકડ્યા

માતર તાલુકાના ગરમાળા ગામની સીમમાં આવેલ પોલ્ટ્રી ફાર્મની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની માહિતી માતર પોલીસને મળી હતી. જેથી પોલીસે રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં કાલુ મીરચી (માતર), લીયાકતખાન અજીમખાન પઠાણ (ગરમાલા) અને મુનાવરખાન નસીમખાન પઠાણ (ગરમાલા) એમ ત્રણ જુગારીઓ નાસી છુટ્યાં હતાં. જ્યારે તીનપત્તીનો જુગાર રમી રહેલા યુસુફખાન હબીબખાન પઠાણ (ગરમાલા), રીયાઝખાન શરીફખાન પઠાણ (માતર) અને હનીફખાન રફીકભાઈ વ્હોરા (માતર)ને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આ ત્રણ જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૧૪,૦૦૦ તેમજ દાવ પરથી રૂ.૧,૨૩૦ તેમજ રૂ.૧૫,૦૦૦ કિંમતની સ્પ્લેન્ડર મોટરસાઈકલ મળી કુલ રૂ.૩૦,૨૩૦ નો મુદ્દામાલ પોલીસે જકબ્જે કરી કુલ છ જુગારીઓ સામે માતર પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *