થોરાળા વિસ્તારના સદ્દગુરૂનગરમાંથી ૧૨૦ બોટલ દારૂ સાથે રિક્ષા ઝડપાઇ

રાજકોટ : પ્યાસીઓમાં દારૂની ભયંકર તંગી વર્તાઇ રહી છે ત્યારે શહેરમાં ફરીથી નાના બુટલેગરો સક્રિય થયા છે. પોલીસે પણ દરોડા યથાવત રાખ્યા છે. થોરાળા પોલીસની ટીમે સદ્દગુરૂનગર-૧માંથી રૂ.૪૮,૦૦૦નો ૧૨૦ બોટલ દારૂ (ડ્રાય જીન) ભરેલી રિક્ષા જપ્ત કરી છે. પોલીસે બાતમી પરથી સદ્દગુરૂનગર-૧માં દરોડો પાડતાં અહિ જ રહેતો સંજય મોહનભાઇ સરવૈયા જીજે ૩ એયુ ૪૯૪૫ નંબરની રિક્ષા મુકી ફરાર થઈ ગયો હતો. જેમાંથી જીનની ૧૨૦ બોટલો મળી આવતાં તે તથા ૬૦ હજારની રિક્ષા મળી રૂ.૧,૦૮,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ. એચ.એલ. રાઠોડ અને ઇન્ચાર્જ પી.ડી. જાદવની રાહબરીમાં એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ, કોન્સ. આશિષભાઇ દવે, સહદેવસિંહ જાડેજા, વિજય મેતા, ભરતસિંહ પરમાર, કનુભાઇ ઘેડ, નારણભાઇ ભરવાડ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.  ત્યારે આશિષભાઇ અને સહદેવસિંહની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *