આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદ્યાનગરમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા બે ઇસમોને પકડી 80 હજારનો મુદામાલ પકડ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાત્રીના અરસામાં વિદ્યાનગર-બાકરોલ રસ્તા ઉપર આવેલા એક કોમ્પલેક્ષમાં દરોડો પાડીને આઈપીએલ ક્રિકેટ પર મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન સટ્ટો રમાડતાં બે ઇસમોને પકડી પાડીને કુલ ૮૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ક્રિકેટના સટ્ટાના બે મુખ્ય સૂત્રધારો ફરાર થઈ જવા પામ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીને માહિતી મળી હતી કે, વિદ્યાનગર-બાકરોલ રસ્તા ઉપર આવેલા સંતક્રતુ કોમ્પલેક્ષના બીજા માળે આવેલા ૨૦ નંબરના ફ્લેટમાં આઈપીએલ ક્રિકેટ પર સટ્ટો રમાડાઈ રહ્યો છે. જેથી એલસીબીની ટીમ ત્રાટકતા ફ્લેટમાંથી બે ઇસમો લેપટોપ, તેમજ ચાલુ ટીવી જોઈને મોબાઈલ ફોનના માધ્યમથી ચૈન્નાઈ અને દિલ્હી વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટનો સટ્ટો રમાડીને એક ચોપડામાં વિગતો લખતા મળી આવ્યા હતા. જેથી તેમના નામઠામ પુછતાં તેઓ મોહંમદહુસેન ઉર્ફે બચ્ચન અબ્દુલકાદર મકીરાવાલા તેમજ કૌશલ ઉર્ફે મેડીયો જયંતિભાઈ વસાવાના હોવાનું ખુલવા પામ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *