નર્મદા ના દેવમોગરાના નાલાકુંડ પાસે બે કારમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો : એક ફરાર

નર્મદા ના દેવમોગરાના નાલાકુંડ પાસે બે કારમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો : એક ફરાર મહારાષ્ટ્રથી જંગલ માર્ગે લવાતો દારૂ પકડાયો  રાજપીપળા: જુનેદ ખત્રીલોકસભાની ચૂંટણીઓ પૂરી થતાજ જાણે બુટલેગરો સક્રિય થયા સાગબારા પોલીસે નકબંદી દરમિયાન બે બનાવ માં ૪,૭૬,૪૦૦ નો મુદ્દામાલ સહિત એક ની અટકાયત કરી સાગબારા પીએસઆઇ જીકે વસાવા અને સ્ટાફે મહારાષ્ટ્ર તરફથી દેવમોગરા તરફ આવતા ઇન્ટીરીયલ રસ્તા ઉપર આવેલ નાલાકગુંડ ગામ અને કાકરી મહુ વચ્ચે આવેલ નાલાકુંડ ગામ અને કાકરીમહુ વચ્ચે આવેલ નાળા ઉપર નાકાબંધી કરી હતી. તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી એક સફેદ કલરની ટાટા ઇન્ડિકા ગાડી નંબર જીજે ૧૫ ડીડી ૫૬૧૯ આવી રહી હતી. ગાડીને જોતા પોલીસે તેને ઉભા રહેવાનો ઇશારો કરતાં પરિસ્થિતિ પામી ગયેલા ગાડીના ચાલકે પોતાની ગાડીને રિવર્સ લઇ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે તેને પકડવા તેની પાછળ દોટ મૂકતા તે પોતાની ગાડી મુકી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. તેની પાસેથી વિદેશી દારૂની બોટલો નંગ ૨૦૧ જેની કિમત રૂ. ૨૬૪૦૦ તથા ગાડીની કિંમત ૧,૫૦,૦૦૦ મળી કુલ ૧, ૭૬, ૪૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.જયારે બીજા બનાવમાં તેજ જગ્યાએ નાકાબંધી દરમિયાન સફેદ કલરની ઇકો ગાડી નંબર જીજે ૧૬ બીકે ૭૩૨૪ આવી રહી હતી. તેને ઊભી રાખી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો નંગ ૧૦૨ જેની કિંમત ૬૯૦૦ જેટલી થવા જાય છે. પોલીસે ગાડીમાં સવાર યુસુફ ઇબાહિમ ઉફે છોટાભાઇ કારભારી ઉ.વ. પપ રહે. ભાદી ગોવા ટેકરી ફળિયુ તા. અંકલેશ્વર જી. ભરૂચને પકડી પાડી જેલભેગા કર્યા છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ નંગ ૧ કિંમત રૂ.૫૦૦ દારૂની કિંમત રૂ.૬૯૦૦ ગાડીની કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ
૩,૦૭,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *